શ્રાવણ મહિનામાં ભોળાનાથની ભક્તિ કરવાનો અનેરો મહિમા હોય છે ત્યારે એક મહિનાથી જિલ્લા અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ભોળાનાથના મંદિરોમાં ભક્તો દ્વારા વિવિધ રીતે ભોળાનાથની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. અમાસના દિવસે એટલે કે, શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ઠેર ઠેર અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.
મોડાસા તાલુકાના પાલનપુર ગામે આવેલા પશુપતિ મહાદેવ મંદિર ખાતે ભવ્ય બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું. પાલનપુર ગામે આવેલા પશુપતિ મહાદેવ મંદિર ખાતે છેલ્લા 35 વર્ષથી બટુક ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ સમગ્ર મોડાસા શહેરની આમંત્રણ આપવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને બટૂક ભોજન ના પ્રસાદનો લાભ લે છે. પાલનપુર ગ્રામજમો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા આ બટુક ભોજન નું ખાસ આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદનો પણ અનેરો મહિમા હોય છે જે પ્રસાદ લઈને ભક્તો ધન્યતા અનુભવી છે





