35.6 C
Gujarat
Wednesday, October 14, 2026
Home HeadLines અરવલ્લી : બાયડ અને ભિલોડા માં SMC ત્રાટક્યા પછી પોલિસ હરકતમાં આવી,...

અરવલ્લી : બાયડ અને ભિલોડા માં SMC ત્રાટક્યા પછી પોલિસ હરકતમાં આવી, 7.73 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર પકડી!!

0

અરવલ્લી: શામળાજી-ભિલોડા રોડ પરથી રૂ. 7.73 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
1044 બોટલ અને બિયરનાં ટીન સહિતનો જથ્થો જપ્ત, કારમાં સવાર બે શખ્સો ફરાર

મોડાસા: અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુણીયાકુવા ગામની સીમમાં શામળાજી-ભિલોડા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે મારુતિ સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 7,73,360નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કારમાં સવાર બે શખ્સો ફરાર થઈ જતાં તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા પોલિસની કામગીરીમાં મંદી જોવા મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ એ સપાટો બોલાવ્યો હતો અને ભિલોડા તેમડ બાયડ પંથકમાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.હવે SMC ની કામગીરી પછી ફરીથી પોલિસે કામગીરીમાં રફતાર વધારી વિદેશી દારૂની હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે.

અરવલ્લી LCBની ટીમ શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક શામળાજીથી ભિલોડા તરફ જતા હાઈવે પર ખાનગી વાહનમાં રહી વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન શામળાજી તરફથી આવતી એક શંકાસ્પદ મારુતિ સ્વિફ્ટ કારને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે, કારચાલકે વાહન ઊભું રાખવાને બદલે ભિલોડા તરફ હંકારી મૂક્યું હતું. LCBની ટીમે ખાનગી વાહનથી પીછો કરતાં કાર ગુણીયાકુવા ગામની સીમમાં રોડ પરથી નીચે ખેતરમાં ઊતરી ગઈ હતી. ત્યારબાદ કારચાલક અને તેની બાજુમાં બેઠેલો અન્ય એક શખ્સ રાત્રિના અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 32 પેટીઓ મળી આવી હતી. તેમાં કુલ 1,044 બોટલ અને ટીન હોવાનું જાણવા મળ્યું હતું, જેની કિંમત રૂ. 2,73,360 થાય છે. આ ઉપરાંત રૂ. 5 લાખની કિંમતની મારુતિ સ્વિફ્ટ કાર મળી કુલ રૂ. 7,73,360નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં કાર પર લખેલો રજિસ્ટ્રેશન નંબર GJ-18-AH-4662 ખોટો હોવાનું અને કારનો સાચો નંબર GJ-23-CC-1836 હોવાનું સામે આવ્યું હતું. હાલ ફરાર બંને અજાણ્યા શખ્સો સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!