35 C
Ahmedabad
Thursday, May 2, 2024

ઉત્તર ગુજરાત ની 818 પેઢીઓ પર કૃષિવિભાગના દરોડા, ખાતર, બિયારણ, જંતુનાશક દવાના શંકાસ્પદ 175 નમૂના લીધા


ઉત્તર ગુજરાતમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના ઉત્પાદક અને વેચાણ કરતી પેઢીઓ પર કૃષિ વિભાગે દરોડા પાડ્યા હતા. મહેસાણા સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું કે, 5 જિલ્લાની 818 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં સ્ટોક પત્રકમાં ખામી, લાયસન્સમાં ઉમેરો ન કરવા સહિતની બાબતે 276ને નોટિસ ફટકારી છે. તેમજ શંકાસ્પદ 175 નમૂના લઇ લેબમાં મોકલાયા છે. જ્યારે આગળની સૂચના ન મળે તો ત્યાં સુધી રૂ.82.60 લાખનો ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 2603 ક્વિન્ટલ અને 203.65 લિટર જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ લદાયો છે.

Advertisement

મહેસાણા: 154 પેઢીઓમાં સર્ચ 47 નમૂના લીધા, 80ને નોટિસ
મહેસાણા જિલ્લામાં ખાતરની 46, બિયારણની 54 અને જંતુનાશક દવાની 54 પેઢીઓ મળી 154 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 80 વેપારીઓને નોટિસ ફટકારી ખુલાસો પુછાયો છે. જ્યારે શંકાસ્પદ 47 નમૂના લઇ રૂ.26.84 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 989.99 ક્વિન્ટલ અને 8 લિટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

Advertisement

પાટણ: 170 પેઢીઓમાં સર્ચં 21 નમૂના લીધા, 57ને નોટિસ
પાટણ જિલ્લામાં ખાતરની 50, બિયારણની 63 અને જંતુનાશક દવાની 57 પેઢીઓ મળી 170 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 57 વેપારીઓને નોટિસ ફટકારી ખુલાસો પુછાયો છે. જ્યારે શંકાસ્પદ 21 નમૂના લઇ રૂ.14.77 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 1465.90 ક્વિન્ટલ અને 16 લિટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ લદાયો છે.

Advertisement

બનાસકાંઠા: 229 પેઢીમાં સર્ચ 37 નમૂના લીધા, 41ને નોટિસ
બનાસકાંઠા જિલ્લામાં ખાતરની 75, બિયારણની 80 અને જંતુનાશક દવાની 74 પેઢીઓ મળી 229 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 41 વેપારીઓને નોટિસ ફટકારી ખુલાસો પુછાયો છે. જ્યારે શંકાસ્પદ 37 નમૂના લઇ રૂ.1.63 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 0.955 ક્વિન્ટલ અને 27.4 લિટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

Advertisement

સાબરકાંઠા: 145 પેઢીમાં સર્ચ 42 નમૂના લીધા, 51ને નોટિસ
સાબરકાંઠા જિલ્લામાં ખાતરની 35, બિયારણની 64 અને જંતુનાશક દવાની 46 પેઢીઓ મળી 145 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 51 વેપારીઓને નોટિસ ફટકારી ખુલાસો પુછાયો છે. જ્યારે શંકાસ્પદ 42 નમૂના લઇ રૂ.4.25 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 23.62 ક્વિન્ટલ અને 39 લિટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

Advertisement

અરવલ્લી: 120 પેઢીઓમાં સર્ચ 28 નમૂના લીધા, 47ને નોટિસ
અરવલ્લી જિલ્લામાં ખાતરની 35, બિયારણની 41 અને જંતુનાશક દવાની 44 પેઢીઓ મળી 120 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 47 વેપારીઓને નોટિસ ફટકારી ખુલાસો પુછાયો છે. જ્યારે શંકાસ્પદ 47 નમૂના લઇ રૂ.35.09 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 122.8 ક્વિન્ટલ અને 113.25 લિટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!