38 C
Gujarat
Sunday, July 12, 2026
Home હેલ્થ સરગવાની શીંગનો પાવડર છે ખૂબ ગુણકારી, તેના સેવનથી થશે આ ફાયદાઓ

સરગવાની શીંગનો પાવડર છે ખૂબ ગુણકારી, તેના સેવનથી થશે આ ફાયદાઓ

0
240

સરગવાની શીંગને આયુર્વેદમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના સેવનથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો કે તેની સિઝન ના હોય ત્યારે સરગવાને બદલે તેની શીંગના પાવડરનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકો છો. સરગવામાં ખાસ કરીને કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે ઉપરાંત તેમાં અનેક ઔષધીય ગુણો પણ રહેલા છે. તેમાં વિટામીન એ, બી, બીટા કેરાટીન, વિટામીન સી, ડી પણ વિપુલ માત્રામાં હોય છે.

સરગવાની શીંગના પાવડરના સેવનથી નીચેના ફાયદાઓ મળે છે

આ પાવડરના સેવનથી વાળ અને ચામડીને લગતી બિમારીઓ દૂર થાય છે.

સરગવાનો પાવડર વજન ઘટાડવામાં ઉપયોગી છે.

આ પાવડરના સેવનથી વાળ અને ચામડીને લગતી બિમારીઓ દૂર થાય છે.

કોઈ પણ શાકભાજી બનાવતી વખતે આ પાવડર એક ચમચી મિક્સ કરવાથી શાકનો સ્વાદ સ્વાદિષ્ટ બને છે અને શાક ખૂબ ગુણ કરે છે.

સરગવાની મગજના સ્વાસ્થ્ય માટે સરગવો લાજવાબ ઔષધી છે.

સરગવામાં સોજો અને દર્દ દુર કરનારા ગુણ હોય છે જેના કારણે હાથ .પગના સાંધાના દુખાવામાં રાહત થાય છે.

સરગવામાં લોહીના પ્રેસરને ઘટાડનારા ગુણ આવેલા હોય છે.

સરગવાનું નિયમિત સેવન બ્લડપ્રેસરને કંટ્રોલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!