31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

દેશના અન્નદાતાઓ માટે રાહતના સમાચાર, મોદી સરકારે ખરીફ પાકની MSPને મંજૂરી આપી


કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને રાહત આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાક માટે MSP (લઘુત્તમ ટેકાના ભાવ)ને મંજૂરી આપી છે. 2022-23 સીઝન માટે ખરીફ પાકની MSP મંજૂર કરવામાં આવી છે. 2021-22 માટે ડાંગરની MSP પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા છે. અગાઉ ભારત પાસે ખરીફ અને રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારત પાસે યુરિયાનો પૂરતો સ્ટોક હોવાનું રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવો ઘટ્યા ચે અને આગામી છ મહિનામાં તેનો ભાવ વધુ ઘટશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. દેશમાં યુરિયા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમારી પાસે ડિસેમ્બર સુધી યુરિયાનો પૂરતો સ્ટોક છે. સરકારે પહેલાથી જ 1.6 મિલિયન ટન યુરિયાની આયાત કરી છે, જે આગામી 45 દિવસમાં મોકલવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારે વ્યાજબી દરે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સબસિડીમાં પણ વધારો કર્યો છે. ખરીફ (ઉનાળુ વાવણી) મોસમ શરૂ થઈ ચૂકી છે જ્યારે રવિ પાકની વાવણી ઓક્ટોબરમાં શરૂ થાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!