અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકના બેડજના જંગલમાંથી યુવતીની લાશ મળવા મામલે પરિવારજનોમાં રોષ જોવા મળ્યો અને લાશ લઇને મોટી પંડૂલીથી મોડાસા કલેક્ટર કચેરી ખાતે આવવા નિકળ્યા હતા જો કે પોલિસે મુલોજ નજીક અટકાવી મામલો થાળે પડ્યો હતો.

તમામ લોકો કલેક્ટર કચેરી ખાતે લાશ લઇને આવતા હોવાની જાણ પોલિસને થતાં ડિવાયએસપી સહિતનો કાફલો મુલોજ ખાતે ખડકી દેવાયો હતો. જિલ્લાની એસ.ઓ.જી., એલ.સી.બી. પેરોલ ફ્લો, મેઘરજ પોલિસ, મોડાસા ગ્રામ્ય અને ટાઉન પોલિસ તેમજ એસ.પી.કચેરીનો પોલિસ સ્ટાફ ઘટનાસ્થળે ખડકી દેવાયો હતો.

પરિવારજનોની માંગ છે કે, યુવતીના હત્યારાઓને ઝડપી પાડવામાં આવે અને તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી માંગ સાથે છેલ્લા બે દિવસથી મૃતક યુવતીના અંતિમ સંસ્કાર કરવાનમાં નહોતા આવ્યા અને શનિવારના રોજ પરિવારજનો મૃતકના વતનથી મોડાસા કલેક્ટર કચેરી ખાતે આવવા નિકળ્યા હતા, મોટી સંખ્યામાં પરિવારજનો જીપ તેમજ અન્ય વાહનો ભરીને આવવા નિકળ્યા હતા, જોકે મુલોજ નજીક પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાયદો વ્યવસ્થા કથળે નહીં તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સાથે જ જો 15 દિવસમાં આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કનુ મનાત, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત, અરવલ્લી
ફરિયાદ તેમજ સમાજના આગેવાનો મોડાસા તાલુકાના મુલોજ ખાતે પહોંચતા પોલિસે તમામ લોકોને અટકાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને વાટાઘાટો બાદ પરિવારજનોને આશ્વાસન આપીને આરોપીઓને ઝડપી પાડવવાની બાંયધરી આપી હતી. પોલિસે ફરિયાદી તેમજ સમાજના આગેવાનોને સમજાવ્યા હતા અને આખરે તમામ લોકો પોલિસના વાત માનીને પરત ફર્યા હતા.
ભરત બસિયા, Dy.SP., અરવલ્લી
શું હતો સમગ્ર મામલો
મેઘરજ પોલિસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મૃતક યુવતીવે હે ઇસમોએ માથાના ભાગે પાઈપ મારી જમીન પર નીચે પાડી દઇને ગડદાપાટુનો માર મારી બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ બેડજ ગામની સમમાં ડુંગરોની કોતરોમાં લઇ જઇને મારી નાખીને બાવળના ઝાડ પર લાશ લટકાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઇને 2 ઇસમો સામે નામજોગ જ્યારે અન્ય અજાણ્યા બે ઇસમનો સામે 16 જૂન 2022 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી.





