38 C
Gujarat
Sunday, July 12, 2026
Home બિઝનેસ હવે શરતભંગ નો ડર ગાયબ થતા આમ જનતા ને રાહત : અરવલ્લીના...

હવે શરતભંગ નો ડર ગાયબ થતા આમ જનતા ને રાહત : અરવલ્લીના બિલ્ડર્સે ફટાકડા ફોડી મોં મીઠું કરાવી સરકારના નિર્ણયને આવકાર્યો

0
219

રાજ્ય સરકાર ના આદેશ થી બિનખેતી મા બાંધકામ ની મુદત ૩ વર્ષમાં પુર્ણ કરવા ની શરત નિકળી જતા સેંકડો સપ્તભંગ ના કેશ માથી છુટકારો મળતા બિલ્ડર્સ એસોસિએશનમાં આનંદ છવાયો છે અરવલ્લી ક્રેડાઈએ સરકારના નિર્ણયને આવકારી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી

ગુજરાત સરકાર ધ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરી રાજ્ય ના તમામ કલેક્ટરોને પરિપત્ર પાઠવી તાત્કાલિક અમલ કરવા જણાવેલ છે સાથે સાથે રાજ્ય મા ચાલતા અનેક શરતભંગ ના કેશ ફાઈલ થઈ જશે. ક્રેડાઈ અરવલ્લી ના પ્રમુખ કમલેશ પટેલ જોડે થયેલ ટેલીફોનીક ટોક મુજબ અગાઊ આ કાયદા મુજબ કોઈપણ મકાન ધારક પ્લોટ ખરીદે એટલે એમણે બિનખેતી થયેલ તારીખ થી ત્રણ વર્સ મા બાંધકામ પુર્ણ કરી દેવું પડે જો ત્રણ વર્સ થી ઊપર ની મુદત થઈ ગઈ હોય તેવા કિસ્સામાં જીલ્લા કલેકટરને રીવાઈઝ બિનખેતી માટે અરજી કરવી પડતી હતી જેમા ઓછામા ઓછા ૧૦ પટ અને વધુ મા વધુ ૪૦ પટ સુધી ની દંડ ની રકમ લઈ રીવાઈઝ બિનખેતી નો હુકમ મળતા બે મહિના જેટલો સમય લાગતો હોવાથી રાજ્ય સરકારના નિર્ણયથી સરકારી તિજોરીની આવકમાં ઘટાડો થવા છતાં પ્રજાલક્ષી નિર્ણય લેતા લોકો અને બિલ્ડર્સ લોબીમાં આનંદ છવાયો છે.

મોડાસા ખાતે બિલ્ડર્સ એસોસિએશન ક્રેડાઈ અરવલ્લી ધ્વારા નિકુલ પટેલ અને શહેર ના અગ્રણી અને નામાંકિત બિલ્ડર્સ ધ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વંહેચી ગુજરાત સરકાર અને મહેસુલ વિભાગના નિર્ણયને આવકારી સરકારની સરાહના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!