38 C
Ahmedabad
Thursday, May 16, 2024

ગુજરાતમાં ફરી કોરોના વાયરસના કેસ 220ને પાર, લોકોમાં ચિંતા


દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસો પવનગતિએ વધી રહ્યા છે જેને લઇ લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. એક તરફ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા રાજ્યમાં શિક્ષણ કર્યા પાટા પર ચડ્યું છે એવામાં કોરોના વાયરસના કેસોમાં એક ચિતા ઉપજાવી રહ્યો છે. શાળામાં ભળતા નાના બાળકોના વાલીઓમાં આ કોરોનાને લઈને ભારે ચિંતા વ્યાપી છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના આજે નવા 225 કેસ નોંધાયા છે.

Advertisement

ગઈકાલે રાજ્યમાં કોરોનાના 228 કેસ નોંધાયા હતા તેની બરાબરીમાં આજે 3 કેસ ઓછા નોંધાયા છે તો બીજી તરફ 141 દર્દીઓ કોરોના વાયરસને હરાવી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,033 દર્દીઓ કોરોનાને હરાવી આપી સાજા થયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કુલ 78,261 રસીના ડોઝ અપાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 138ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 33 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1186 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને 1180 દર્દીઓની હાલત સ્થિર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!