26.8 C
Gujarat
Saturday, August 22, 2026
Home પીપલ અરવલ્લી : મોડાસાની સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો,...

અરવલ્લી : મોડાસાની સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો, કુરિવાજો દૂર કરવા પર મંથન

0
466

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઘાંચી હોલમાં સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત દ્વારા મહિલા જનજગૃતિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સમાજમાં ચાલતા કેટલા કુરિવાજોને દૂર કરવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મોડાસા ખાતે આવેલા ઘાંચી હોલમાં 13 માર્ચને રવિવારના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત આયોજિત મહિલા જાગૃતિ અભિયાનમાં 100 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સમાજમાં ચાલતા કુરિવાજો અને સમાજ ફેલાયેલી બડીઓને દૂર કરવા માટે સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત દ્વારા અમદાવાદ ખાતે થી મહોતરમા નૂરજહાં બેન દીવાન અને ગૌશિયા સ્કૂલના આચાર્ય રાશિદાબેન સુથારે સમાજની માહિલાઓની સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને બદીઓને રોકવા માટેના વિષય ઉપર ચર્ચા કરેલ હતી. આ બાબતે સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત પ્રમુખ હાજી બાબુભાઇ ખાનજી અને જમાતના સેક્રેટરી શકિલભાઈ એમ દાદુ તથા કારોબારી સભ્યો આજની મીટિંગમાં હાજર રહેલ મહિલાનો આભાર વ્યક્ત કરેલ હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત ના પ્રમુખ બાબુભાઇ ખાનજી અને સેક્રેટરી શકિલભાઈ દાદુ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!