30.4 C
Gujarat
Friday, September 11, 2026
Home વિડીયો અરવલ્લી : ધારાસભ્ય અનિલ જોષિયારાના નિધનને લઇને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે દુ:ખ વ્યક્ત...

અરવલ્લી : ધારાસભ્ય અનિલ જોષિયારાના નિધનને લઇને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે દુ:ખ વ્યક્ત કર્યું

0

અરવલ્લી જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનું નિધન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે દુ:ખ વ્યક્ત કર્યું છે.

શું કહ્યું તેમણે જાણો

 

બે મહિનાથી કોરોના સંક્રમિત થતાં તેઓને ચેન્નઈ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન નિધન થયાના સમાચાર આવતા તેમના સમર્થકો અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થતાં તેમના ગામ પણ શોકમાં સરી પડ્યું છે.

ડો.અનિલ જોષીયારાને એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!