31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home Politics & Current Affairs સોનિયા ગાંધીએ સિદ્ધૂ સહિત 5 રાજ્યના પ્રદેશ પ્રમુખના માંગ્યા રાજીનામા, ચૂંટણીમાં હાર...

સોનિયા ગાંધીએ સિદ્ધૂ સહિત 5 રાજ્યના પ્રદેશ પ્રમુખના માંગ્યા રાજીનામા, ચૂંટણીમાં હાર થતાં એક્શમાં કોંગ્રેસ !

0

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર મળી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જબરજસ્ત હાર થતાં કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તનનો દોર શરૂ થયો છે. પાર્ટીના સુપ્રીમો સોનિયા ગાંધીએ આ તમામ પાચંયે રાજ્યોના પ્રદેશ પ્રમુખોના રાજીનામાં માંગી લીધા છે.

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર થતાં સોનિયા ગાંધી એક્શન મોડમાં આવી ગયા છે, અને તમામ પાંચેય રાજ્યોના પ્રદેશ પ્રમુખના રાજીનામા માંગી લીધા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, આ પાંચેય રાજ્યોમાં સંગઠનની પુન:રચના કરવા માટે પીસીસી અધ્યક્ષોને પદ છોડવા માટે જણાવી દીધું છે. પાંચેય રાજ્યોમાં ખૂબ જ ખરાબ રીતે હારનો સામનો કોગ્રેસ પાર્ટીએ કરવો પડ્યો છે. હારને લઇને કોંગ્રેસ પાર્ટીએ રવિવારે એક બેઠક પણ બોલાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!