32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ લીલીયા મોટા ખાતે શાંતાબેન કન્યા વિદ્યાલય ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયો

લીલીયા મોટા ખાતે શાંતાબેન કન્યા વિદ્યાલય ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયો

0
162

લિલીયા મોટા ખાતે શાંતાબેન કન્યા વિદ્યાલય માં વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા વિપુલભાઈ દુધાત અરૂણભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લીલીયા શ્રીમતી શાંતાબેન કન્યા વિદ્યાલય ખાતે સાયકલ વિતરણ કર્મચારી નિવૃત્તિ વિદાય સમારંભ અને વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ યોજાયો સૌપ્રથમ કાર્યક્રમ ના અધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ ત્યારબાદ શાળા સંચાલક મંડળના અરૂણભાઇ પટેલ દ્વારા પધારેલ સુરેશભાઈ પાનસુરીયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા નું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ ત્યારબાદ મહાનુભાવો નું સંસ્થા દ્વારા શાબ્દિક સન્માન કરી સંસ્થાની સિદ્ધિઓ વર્ણવવામાં આવે છે ત્યારબાદ શાળાના નિવૃત્ત થતા હેડ ક્લાર્ક શૈલેષભાઈ ગોહિલ નું શાળાના આચાર્ય રંજનબેન રાદડિયા સહિતના સ્ટાફ કર્મચારીઓએ શ્રીફળ સાગર પડો અને સાલ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત સહિતના મહાનુભાવો પ્રસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલ ત્યારબાદ ધોરણ નવ માં અભ્યાસ કરતી 128 વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવેલ શાળામાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ એ વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર દેખાવ કરી ઇનામો મેળવી વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ તેવી વિદ્યાર્થીનીઓનું રોકડ પુરસ્કાર મોમેન્ટોથી સન્માન કરવામાં આવેલ આ તકે શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી મગનભાઈ વિરાણી બાબુભાઈ ધામત માવજીભાઈ લહેરી ધીરુભાઈ ઉમરેઠિયા આચાર્ય હસમુખભાઈ કરડ મનોજભાઈ જોશી ઈમરાન પઠાણ જીગ્નેશભાઈ સાવજ સહિતના મહાનુભાવો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યક્રમના અંતમાં આચાર્ય રંજનબેન રાદડિયા એ આભાર વિધિ કરી હતી કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન મારડિયા કિરણબેન દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ સફળ બનાવવા વિવેકભાઈ અગ્રાવત અરવિંદભાઈ ચાવડા વિપુલભાઈ સોળીયા સહિતના સ્ટાફ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!