32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ હિંમતનગર બસ સ્ટેશન આગળથી 29,940 ના વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપી...

હિંમતનગર બસ સ્ટેશન આગળથી 29,940 ના વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

0
152

રાજસ્થાન બોર્ડર થી વિદેશી દારૂનો જથ્થો હિંમતનગરના બુટલેગરને ડીલેવરી આપવા આવ્યા હતા.

વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બે ઈસમો સહિત એક મહિલાને હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી ઝડપી લઇ કુલ 39,940 નો મુદ્દા માલ કબજે લઈ વધુ પૂછપરછ કરતા હિંમતનગરના બુટલેગરને દારૂ સપ્લાય કરવાનું બહાર આવ્યું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર બી ડિવિઝન પોલીસ બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે હિંમતનગર બસ સ્ટેશન આગળ બે ઈસમો તેમજ એક મહિલા રાજસ્થાનમાંથી વિદેશી દારૂ લઈને હિંમતનગર ખાતે ડીલેવરી કરવાના છે ત્યારે બાતમીના આધારે બી ડીવિઝન પોલીસે બસ સ્ટેશન વિસ્તાર આગળ વોચ ગોઠવી હતી. પોલીસને બાતમી પ્રમાણેના શખ્સો નજર પડતા તેમને કોડન કરી ઝડપી લીધા હતા અને તેમની પાસે રહેલ બેગમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ આરોપીઓમાં બે ઈસમો પૈકી એક મહિલા પણ હતી જો કે પોલીસે બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા અને મહિલા આરોપીને પણ મહિલા કોન્સ્ટેબલ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી.
પોલીસે પકડાયેલા આરોપીઓને પૂછપરછ હાથ ધરી હતી ત્યારે વિદેશી દારૂનો જથ્થો હિંમતનગરના પ્રવીણભાઈ અશોકભાઈ ભાટ ઉર્ફે પુસ્યો નામના ઇસમને ડીલેવરી કરવાના હોવાનું જણાયું હતું.
પોલીસે સમગ્ર મામલે ત્રણેય આરોપીને ઝડપી પાડી ત્રણે આરોપીઓ વિરોધ પ્રોહીબિશન એક હેઠળ ગુનો નોંધ્યો છે.
ત્યારે અન્ય એક ઈસમને પકડી પાડવાની તજવી પોલીસે હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ
૧. રોશન ચંદુભાઈ નીનામા
ઉ.વ ૨૦ રહે. ચિતરીયા તા. વિજયનગર
૨. સંજય રમેશજી ગામીત
ઉ.વ ૨૩ રહે. પાટીયા કાનપુર તા. ખેરવાડા રાજસ્થાન
૩. મહિલા આરોપી

પકડવાનો બાકી આરોપી
૧ પ્રવીણ અશોકભાઈ ભાટ ઉર્ફે પૂસ્યો રહે. જૂની સિવિલ સામે ભાટવાસ. હિંમતનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!