32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા: ઈડર પોલિસ સ્ટેશનનો લાંચીયો હેડ કોન્સ્ટેબલ ACBના જાપ્તામાં આવ્યો

સાબરકાંઠા: ઈડર પોલિસ સ્ટેશનનો લાંચીયો હેડ કોન્સ્ટેબલ ACBના જાપ્તામાં આવ્યો

0
149

ઇડર પોલીસ સ્ટેશનનો લાંચીયો હેડ કોન્સ્ટેબલ 6,000 ની લાંચ લેતા ઝડપાયો, દારૂના વેપારીને વેપાર કરવા તેમજ અગાઉના કેસ નહીં બતાવવા કરી હતી રૂપિયાની માંગ.

એન્ટી કરપ્શન બ્યુરોએ ઇડર ભિલોડા ત્રણ રસ્તા પર સાઈરામ પાન પાર્લરની દુકાન પાસે છટુકુ ગોઠવી લાંચિયા પોલીસ કર્મીને રંગે હાથે ઝડપી પાડ્યો.

ઈડર પોલીસ સ્ટેશનનો હેડ કોસ્ટેબલ લાંચ લેતા એન્ટીકરપ્શન બ્યુરોના રંગે હાથે ઝડપાયો છે. ત્યારે મળતી માહિતી મુજબ ઇડર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો
લક્ષ્મણસિંહ જોરૂસિંહ દેવડા દસ દિવસ પહેલા ફરિયાદીના ઘરે જઈ દારૂનો ધંધો કરવા દેવા સારું હપ્તાની માંગણી કરી હતી અને અગાઉ પણ જે કેસ હતા તે નહીં બતાવવા સારું કરીને હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના કુટુંબી ભાઈના મારફતે 6000 રૂપિયાની માંગણી કરી હતી ત્યારે આ ફરિયાદી દ્વારા આ અંગેની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી અને ફરિયાદ ના આધારે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે માંગણી કરાયેલ પૈસાની રકમ લઈને ફરિયાદીને ઈડર ભિલોડા ત્રણ રસ્તા આગળ સાઈરામ પાન પાર્લર પાસે કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહએ લાંચની રકમ સારું બોલાવ્યો હતો ત્યારે ACB ની ટીમે ટ્રેપ ગોઠવીને લાંચિયા પોલીસ કર્મીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
ACBની ટીમે લાંચિયા પોલીસકર્મીને એ.સી.બી પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસીબીના દરોડોના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!