34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOG પોલીસે સાબરકાંઠામાં છેતરપિંડી કરી નાસતા-ફરતા મોડાસાના આરોપીને મખદૂમ ચોકડી...

અરવલ્લી : SOG પોલીસે સાબરકાંઠામાં છેતરપિંડી કરી નાસતા-ફરતા મોડાસાના આરોપીને મખદૂમ ચોકડી વિસ્તારમાંથી દબોચી લીધો

0

જય અમિન, અંકિત ચૌહાણ, અરવલ્લી
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પોલીસ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રીય કરી હિંમતનગર-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ મોડાસાના ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા આરોપીને મખદૂમ ચોકડી નજીક હોટલ પાસેથી ઝડપી પાડતા આરોપીના મોતિયા મરી ગયા હતા

અરવલ્લી એસઓજી પીઆઈ જી.કે.વહુનીયા અને તેમની ટીમે મોડાસા શહેરમાં પેટ્રોલિંગ હાથધરતાં હિંમતનગર-બી ડિવિઝનમાં છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ અને પોલીસને હાથતાળી આપતો મોડાસાના ઘાંચીવાડા મોટી વાટ વિસ્તારમાં રહેતો અજીત ઉર્ફે બાપજી ભીખુમીયાં સૈયદ ડુગરવાડા ચોકડી નજીક હોટલ આગળ બિન્દાસ્ત બની ટહેલતો હોવાની બાતમી મળતા તાબડતોડ એસઓજીની ટીમ બાતમી આધારીત સ્થળે પહોંચી અજીત સૈયદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી આરોપીને હિંમતનગર બી-ડિવિઝન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!