39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી: વિપુલ ચૌધરીને જેલમુક્ત કરવાની માંગ સાથે મોડાસામાં જેલભરો આંદોલન, 20થી વધારે...

અરવલ્લી: વિપુલ ચૌધરીને જેલમુક્ત કરવાની માંગ સાથે મોડાસામાં જેલભરો આંદોલન, 20થી વધારે કાર્યકરોની અટકાયત

0
160

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમના સમર્થનમાં ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજ્યાં બાદ તેમની જેલ મુક્તિ માટે અર્બુદાસેનાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અર્બુદા સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. મોડાસા ખાતે ગુરૂવારના રોજ જેલભરો આંદોલન યોજાયું હતું, જેમાં મોડાસા-શામળાજી હાઈવે પર અર્બુદા સેનાના કાર્યકરો એકત્રિત થયા હતા અને આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળીના સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. શામળાજી હાઈવે પરથી વિરોદ કરી અર્બુદા સેનાના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું ત્યારબાદ જિલ્લા સેવા સદન ખાતે વિરોધ કરી રહેલા અર્બુદા સેનાના 20 થી વધારે કાર્યકરોની પોલિસે અટકાય કરી હતી.

અર્બુદા સેનાના વિરોધ પ્રદર્શનને લઇને કલેક્ટર કચેરી ખાતે Dy.SP. સહિત પોલિસના ઉચ્ચ અધિકારી સહિત પોલિસનો કાફલો ખડકી દેવાયો હતો.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!