38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 Gujarat Election 2022: PM મોદી ફરી બે દિવસ આવશે ગુજરાત, દક્ષિણમાં દહાડ

Gujarat Election 2022: PM મોદી ફરી બે દિવસ આવશે ગુજરાત, દક્ષિણમાં દહાડ

0
178

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિતની પાર્ટીએ પ્રચંડ પ્રચાર માટે દિગ્ગજોને મદાને ઉતાર્યો છે. 24 નવેમ્બરના રોજ પાલપુર, મોડાસા અને દહેગામ ખાતે જાહેર સભાઓ યોજ્યા બાદ ફરીથી ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચવાના છે. પીએમ મોદી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાને સંબોધિત કરશે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરશે. 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રી રોકાણ.

પ્રધાનમંત્રી મોદી 27 તારીખના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવશે અને પ્રચારમાં લાગી જશે. આ સમય દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર કરશે. પ્રધાનમંત્રી 6થી વધુ સભાને સંબોધન કરશે. આ વખતે સુરતની બેઠક ખૂબ રસાકસીભરી છે, એટલું જ નહીં આપના દિગ્ગજો આ બેઠકો પરથી મેદાને છે ત્યારે સુરતમાં PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે. સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારક અને પીએમ નરેન્દ્ર મોદી અબ્રામામાં સભા કરશે.

પીએમ નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં રાજકીય સભા સંબોધશે,ઉત્તર, ​​​​​​​કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!