29.2 C
Gujarat
Thursday, September 3, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ભિલોડાના ખેરંચા નજીક જીપમાંથી 1.17 લાખનો દારૂ શામળાજી પોલીસે ઝડપ્યો...

અરવલ્લી : ભિલોડાના ખેરંચા નજીક જીપમાંથી 1.17 લાખનો દારૂ શામળાજી પોલીસે ઝડપ્યો , બુટલેગરોએ હાથતાળી આપી

0

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે ખેરંચા નજીક મહિન્દ્રા બોલેરો મેક્સ જીપમાંથી 1.17 લાખના દારૂ સહીત 3.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને થાપ આપી ફરાર બંને બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું છે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને સફેદ જીપમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની અને ખેરંચા તરફ આવતી હોવાની બાતમી મળતા સતર્ક બની નાકાબંધી કરતા જીપ ગાડીનો ચાલક અને અન્ય શખ્સ જીપ રોડ પર મૂકી હવામાં ઓગળી જતા પોલીસે જીપની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ-396 કીં.રૂ.116940/- તેમજ જીપ ગાડી મળી કુલ રૂ.3.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!