39 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લીની ‘વીણા’, નામ એવું કામ, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી વાજિંત્રો વગાડવાની સાથે ગીત ગાવાની અનોખી કળા


સામાન્ય બાળકો કરતા પ્રજ્ઞાનચક્ષુ અથવા તો દિવ્યાંગ બાળકોમાં અલગ પ્રતિભાશક્તિ હોય છે અને આવા બાળકો કંઈક ને કંઈક નવું કરી પોતાનું નામ રોશન કરતા હોય છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારની એક દીકરી પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ સામાન્ય બાળકોની સાથે અભ્યાસ કરીને આજે અન્ય વિદ્યાર્થીઓને મ્હાત આપે તેવી વિચારધારા અને રૂચિ ધરાવે છે. મેઘરજ નજીક આવેલા શણગાલના ફૂટા ગામે રહેતી વીણા ખાંટ એ પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ તેનામાં રહેલી પ્રતિભાની આજે પ્રસંશા થઈ રહી છે.

Advertisement

Advertisement

મેઘરજ તાલુકાના શણગાલથી બે કિ.મી. દૂર આવેલા ફૂટા ગામે દિનેશભાઈ પટેલને ત્રણ દીકરીઓ સહિત પાંચ લોકોનો પરિવાર છે, જેમાંથી એક દીકરી વીણા પણ છે, વીણા જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે, તેના જન્મ થયા પછી પિતાને થોડા સમય પછી ખ્યાલ આવ્યો કે, તેને આંખો નથી ત્યારબાદ નજીકનો હોસ્પિટલ અને ત્યારબાદ મોડાસાની હોસ્પિટલમાં તપાસ કરાવી જોકે આખરે વીણા પ્રજ્ઞાચક્ષુ હોવાનો ખ્યાલ પરિવારજનોને આવ્યો હતો. વીણા પ્રજ્ઞાચક્ષુ છે તેવો ખ્યાલ આવવા છતાં પરિવારજનોએ હાર ન માની અને ધીર-ધીરે તેને અભ્યાસ કરાવવા માટે નજીકની સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.

Advertisement

ધોરણ 1 થી લઈને આજે ધોરણ 8 માં અભ્યાસ કરતી વીણા સામાન્ય બાળકોને સાથે જ અભ્યાસ કરે છે, આવો પ્રથમ કિસ્સો હશે કે, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સામાન્ય બાળકો સાથે બ્રેઈન લીપીમાં અભ્યાસ કરે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા અલગ થી બ્રેઈન લીપી આપવામાં આવી છે, જેના થકી વીણા અભ્યાસ કરે છે.

Advertisement

ગીત ગાવાનો શોખ
વીણા અભ્યાસની સાથે સાથે ગીત ગાવાનો પણ શોખ ધરાવે છે, પિતાનું કહેવું છે કે, સમય હોય ત્યારે તે મોબાઈલમાં ગીત સાંભળ્યા કરે અને તેનાથી ગીત ગાવાની પ્રેરણા મળી. આજે તે બોલિવુડના ગીત, લોકગીત, ભજન સહિત અલગ અલગ ગીતો સારી રીતે ગાય છે. યુટ્યુબ પર રોજે-રોજ ગીત સાંભળીને આવા ગીતો ગાતા શીખી ગઇ છે.

Advertisement

ગીત ગાવાની સાથે વાજિત્રો વગાવડવાનો પણ શોખ
વીણા ગીત તો ગાય જ છે, સાથે સાથે હાર્મોનિયમ, કેબોર્ડ તેમજ અલગ-અલગ વાજિત્રા પણ લગાડી શકે છે, આ માટે કોઈપણ પ્રકારની તાલિમ વીણાએ લીધી નથી. અનોખી પ્રતિભાથી વીણા તમામ વસ્તુઓ વગાડી લે છે અને હાર્મોનિયમ વગાડતા વગાડતા સારી રીતે ગીતો ગાઈ શકે છે.

Advertisement

શાળામાં સ્પેશલ એજ્યુકેટર થકી શિક્ષણ
સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઈન લીપી ભણાવી શકે તેવા શિક્ષકો અભ્યાસ કરાવતા હોય છે પરંતુ પિતાને ઘરથી દૂર નહોતી મોકલવી માટે નજીકની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ વીણાને તેમની શાળામાં અભ્યાસ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા અને ત્યારબાદ ધોરણ 1 થી 8 સુધી હાલ શણગાલ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરે છે. આ માટે શાળામાં અમુક સમયે સમગ્ર શિક્ષાણ અભિયાન અંતર્ગત સ્પેશિયલ એજ્યુકેટર પણ વીણા માટે બોલાવવામાં આવે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!