32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાના સાકરિયા નજીક ચાલુ કારે ટાયર નિકળી જતાં કાર પલટી, મોટી...

અરવલ્લી: મોડાસાના સાકરિયા નજીક ચાલુ કારે ટાયર નિકળી જતાં કાર પલટી, મોટી દુર્ઘટના ટળી

0
160

અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી હાલોલ સ્ટેટ હાઈવે પર છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે મોડાસાના સાકરિયા નજીક કારને અકસ્માત નડ્યો હતો, અકસ્માત પણ એવો કે સૌકોઈ દંગ રહી જાય તેવો હતો. કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી તે સમય દરમિયાન અચાનક ચાલુ કારે ટાયર નિકળી ગયું હતું, જેને લઇને કાર પલટી મારી ગઈ હતી. સમગ્ર ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.

મોડાસાના સાકરીયા પાસે ગોધરા-શામળાજી સ્ટેટ હાઇવે પર માલપુર તરફથી એક કાર પસાર થઈ રહી હતી. ત્યારે આ કારનું ટાયર ચાલુ કારે એક્સલ સાથે નીકળી જતા એકાએક કાર ડીવાયડર સાથે ટકરાઈને રોડની બાજુમાં આવેલી ખાઈમાં ખાબકી હતી. જોકે કારની બને તરફની એરબેગ ખુલી જતા કારચાલકનો આબાદ બચાવ થયો છે. ત્યારે વાહનચાલક દ્વારા વાહન ચલાવતી વખતે વાહનની જાળવણી અને સ્પેરપાર્ટની તપાસ રાખવી જરૂરી છે.

મોડાસા શામળાજી હાઈવે પર અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે રોડ સેફટી ને લઇને પોલિસ અને આરટીઓ વિભાગ દ્વારા જરૂરી પગલાં ભરવા જોઈએ જેથી આવા અકસ્માતને ટાળી શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!