બાંગ્લાદેશના નાગરિકોને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશ સરકારે આભાર વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ યુક્રેનના સૂમી શહેરમાં ફસેયાલા બાંગ્લાદેશી નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આભાર માનતા લખ્યું છે કે, બાંગ્લાદેશના નાગરિકોને બચાવવામાં મદદ કરવા બદલ આભાર માનું છું. શેખ હસિનાએ ભારતીય નાગરિકોને હોળીની પણ શુભેચ્છાઓ પાઠવતા બન્ને દેશ એકબીજાને મદદ કરે અને કઠિન સ્થિતિમાં સાથે ઉભા રહે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.





