29.6 C
Gujarat
Friday, July 17, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોસ્ટ વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે લાલો ડામોરને ભિલોડા પોલીસ રાજસ્થાન...

અરવલ્લી : મોસ્ટ વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે લાલો ડામોરને ભિલોડા પોલીસ રાજસ્થાન જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી

0
134

ગુજરાત સરકારે નાસતા-ફરતા આરોપીઓને દબોચી લેવા વિવિધ રોકડ રકમના ઇનામની જાહેરાત કરી છે અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતે જીલ્લાના ટોપ મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા દસ હજાર ઇનામ અને બાતમીદારનું નામ ગુપ્ત રાખવાની જાહેરાત કરી જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માર્ગદર્શન આપતા ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ,લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુન્હા આચરી નાસતા ફરતા રાજસ્થાનના કુખ્યાત ચોર સંજય ઉર્ફે લાલો ડામોરને બાતમીના આધારે ડુંગરપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

ભિલોડા પીઆઇ એચ.પી. ગરાસીયા અને તેમની ટીમે ભિલોડા વિસ્તારમાં આતંક મચાવનાર અને જીલ્લાનો ટોપ ફાઈવ મોસ્ટ વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે લાલો રવિશંકર ડામોર (રહે,રાવ ફલા, ડબચા-રાજ) ને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા સંજય ઉર્ફે લાલો ડામોર રાજસ્થાનના બાવલવાડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો આચરતા પોલીસે દબોચી લઇ ડુંગરપૂર જેલમાં રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા પીઆઈ એચ.પી.ગરાસીયાએ રાજસ્થાન પોલીસનો તાબડતોડ સંપર્ક કરી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ, ચોરી,લૂંટ સહીતના 8 ગુન્હામાં નાસતા ફરતા કુખ્યાત સંજય ઉર્ફે લાલો ડામોરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!