30.6 C
Gujarat
Thursday, July 16, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે ખડોદાના વોન્ટેડ બુટલેગર રાજુ પરમાર ને દબોચ્યો,...

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે ખડોદાના વોન્ટેડ બુટલેગર રાજુ પરમાર ને દબોચ્યો, પ્રોહિબિશન અને ચેક બાઉન્સ ગુન્હામાં હતો ફરાર

0
149

 

અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ખડોદાના પંકાયેલો બુટલેગર રાજુ પરમાર દારૂના અને ચેક બાઉન્સના ગુન્હામાં છેલ્લા કેટલાક મહિનાથી ફરાર હતો મોડાસા રૂરલ પોલીસને બુટલેગર રાજુ પરમાર ઘરે હોવાની બાતમી મળતા દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસા રૂરલ પીએસઆઈ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કર્યા છે બુટલેગર અને ચેક રીટર્ન કેસમાં સજા પામેલો ખડોદાનો રાજુ રણછોડ પરમાર પોલીસને હાથતાળી આપી ધરપકડ વોરંટથી બચવા નાસતો ફરતો હતો રૂરલ પોલીસને રાજુ પરમાર ઘરે હોવાની બાતમી મળતા તાબડતોડ ખડોદા તેના ઘરે ત્રાટકી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!