29 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લી : તમારું વીજ બિલ બાકી છે કહી 440 વોલ્ટનો ઝટકો આપતા સાયબર માફિયા, વીજ કનેક્શન કટ કરવાનું કહીં Online લૂંટથી ચેતો


મોડાસાના જવેલર્સને 4 રૂપિયા વીજ બિલ બાકી છે ભરી દો નહીં તો વીજ કનેક્શન કટ થશે કહી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 1 લાખ ખંખેર્યા

Advertisement

ઇન્ટરનેટ અને મોબાઈલના યુગમાં સાયબર ક્રાઈમના ગુન્હાઓ આકાશે આંબી રહ્યા છે નેટ બેન્કિંગ,ડેબિટ,ક્રેડીટ ધારકો પાસેથી નિતનવા નુસ્ખા અપનાવી સાયબર ગઠિયાઓ લોકોને ઉલ્લુ બનાવી હજ્જારો-લાખ્ખો રૂપિયા ઠગી લેતા હોય છે અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરના લોકોને વીજ કંપનીના નામે બિલ બાકી હોવાનો અને નહીં ભરો તો વીજ કનેક્શન કપાઈ જશેનો મેસેજ આવે તો ચેતી જજો નહીં તો 440 વોલ્ટનો ઝાટકો લાગી શકે છે.

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં સ્માર્ટ ફોન ધારકોને છેલ્લા કેટલાક દિવસોથી સાયબર ગઠિયાઓ વીજ કંપનીના નામે ટેક્ષ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે જેમાં ‘ડીઅર કસ્ટમર તમારું વીજ બિલ બાકી છે તેથી તમારું વીજ કનેક્શન કટ થઇ જશે.’ અથવા વીજકર્મીના નામે કોલ કરી બિલની એક ડીઝીટમાં રકમ બાકી હોવાનું જણાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પેમેન્ટ કરવાનુ જણાવી ઓટીપી મેળવી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનાવી રહ્યા છે મોડાસા શહેરના કેમ નામાંકિત જવેલર્સને 4 રૂપિયા વીજબીલ બાકી બોલે છે તો ભરી દો નહીં તો વીજ કનેક્શન કટ થઇ જશેનો કોલ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 1 લાખ રૂપિયા જેટલી રકમ ખાતામાંથી ઉપાડી લેતા જેવલર્સે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી છે

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસા શહેર સહીત જીલ્લામાં અનેક લોકોને વીજ કંપનીના નામે મેસેજ અને કોલ કરી તમારું લાઈટ બિલ બાકી હોવાનું જણાવી બિલ નહીં ભરો તો રાત્રીના બાર વાગ્યા પછી તમારું વીજ કનેક્શન કપાઈ જશેના મેસેજ અને કોલ આવી રહ્યા છે જેમાં મોડાસા શહેરના એક તબીબને સાયબર ગેંગે 3 લાખનો અને આરટીઓ કર્મીને 20 હજારનો ચૂનો લગાવ્યો છે

Advertisement

વાંચો…. સાયબર માફિયાઓ કઇ રીતે ગ્રાહકોને છેતરી રહ્યાં છે ?
સાયબર માફિયાઓ ગ્રાહકોને ફોન કરે છે. બાદમાં ગ્રાહકને વીજબીલ પ્રોસેસ થવાનું બાકી છે તેમ કહેવામાં આવે છે. ગ્રાહકને એવું ઠસાવી દેવાય છે કે પેમેન્ટ ભલે કર્યું છે પરંતુ તે ઓનલાઈન બતાવતું નથી. ઠગબાજ ગ્રાહકને પ્લે સ્ટોરમાંથી એક એપ ડાઉનલોડ કરવાનું કહે છે.અને આ એપ્લિકેશનથી ગ્રાહકનો મોબાઇલ હેક કરી બેંકિંગ ડિટેલ્સ મેળવી ઓનલાઈન રૂપિયા અન્ય બેંકના કે મની એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરવામાં આવે છે વીજ બિલના ફેક મેસેજ કે ફોન કોલ પછી સાયબર ગેંગ તેમની વાતોમાં ફસાવી વીજ વપરાશકારોને વીજળીથી પણ તીવ્ર ઝટકો આપી રહી છે

Advertisement

વીજ બિલ બાકી હોવાના સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય
‘વીજ કંપનીના નામે મેસેજ કરતાં લોકો પાસે તમારી માહિતી નથી હોતી. તમે જાતે તમારી માહિતી ઠગબાજોને આપો છો. તમારી માહિતી મેળવી તમારી જ સામે તેનો ઉપયોગ કરે છે. આ માહિતી થકી તમારૂં એકાઉન્ટ ખાલી થઇ શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!