30.7 C
Gujarat
Wednesday, August 26, 2026
Home આંતરરાષ્ટ્રીય કેલિફોર્નિયામાં 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપીની આત્મહત્યા

કેલિફોર્નિયામાં 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપીની આત્મહત્યા

0

કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં સામૂહિક ગોળીબારમાં શંકાસ્પદ વ્યક્તિએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ પુષ્ટિ કરી છે કે 72 વર્ષીય હુ કેન ટ્રાન તરીકે ઓળખાયેલ એક વ્યક્તિ સફેદ કાર્ગો વાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. લુનાએ કહ્યું કે સત્તાવાળાઓને જાણવા મળ્યું કે હૂ કે ટ્રાન એ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી છે.

અહેવાલો અનુસાર, શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે મોન્ટેરી પાર્કના ડાન્સ સ્ટુડિયોમાં કેટલાક લોકો નવા વર્ષનો વીકએન્ડ ઉજવી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ગોળીબાર કર્યો. ઘટના બાદ પોલીસ આરોપીને શોધી રહી હતી. મળતી માહિતી મુજબ ફાયરિંગની ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે.

લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ એક વાહનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વાહનમાંથી એક હેન્ડગન પણ મળી આવી હતી. તેમણે કહ્યું કે ગોળીબારમાં પાંચ પુરૂષો અને પાંચ મહિલાઓના મોત થયા છે. તે જ સમયે, ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!