30.6 C
Gujarat
Thursday, July 16, 2026
Home ગુજરાત ગોધરા- શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સતત ત્રીજી વખત બેસ્ટ...

ગોધરા- શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સતત ત્રીજી વખત બેસ્ટ ELC નો જિલ્લા કક્ષાનો એવોર્ડ

0
129

ગોધરા,
25 મી જાન્યુઆરી 2023 ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસના અનુસંધાને પંચમહાલ જિલ્લાના ગોધરાના બીઆરજેએફ ભવન ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ હતી જેમાં બેસ્ટ બીએલઓ યારો ઉપરાંત શ્રેષ્ઠ ચૂંટણી માટેની કામગીરી કરનારા સર્વેને સન્માનિત કરાયા હતા જેમાં જિલ્લાના બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર તરીકે શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થી નિતેશ બી વિનોદ ને એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે બેસ્ટ ઇલેક્ટોરલ લીટરસી ક્લબ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ એનએસએસ, શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના આસિસ્ટન્ટ પ્રોફેસર અને એનએસએસ પીઓ ડો રૂપેશ એન નાકરને વર્ષ 2021-22 નો એવોર્ડ એનાયત થયો. શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એનએસએસ વિભાગને સતત ત્રીજી વખત બેસ્ટ ELC નો જિલ્લા કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. કોલેજના આચાર્ય ડો એમ બી પટેલે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી ઉપરાંત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ ડો અનિલ સોલંકી સાહેબ, મીડિયા કન્વીનર ડો અજય સોની સાહેબ સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!