પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઇન વિસ્તાર પાસે વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે અને 150 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટમાં મસ્જિદની એક દીવાલ પણ પડી ગઈ હતી. લોકોનું કહેવું છે કે આ એક ફિદાયીન હુમલો હતો. હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી.
પાકિસ્તાની સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. તેની નજીક આર્મી યુનિટની ઓફિસ પણ છે. સોશિયલ મીડિયા પર લોકો બ્લાસ્ટની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. સ્થાનિક લોકો ઘાયલ લોકોને કારમાં ભરીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.





