32 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી જિલ્લામાં એક બાદ એક તાર જોડાતા ગયા, વધુ એક નામ ખુલ્યું, રાજ રહેશે કે પડદો ઉંચકાશે ?


ગુજરાત પંચાયત વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે, અલગ અલગ જગ્યાએ પેપર લીકના તાર જોડતા જાય છે, પેપર લીકમાં અરવલ્લી જિલ્લાના વધુ એક શખ્સનું નામ સામે આવ્યું છે. બાયડના રાજ ઉર્ફે શિવમ બારોટનું નામ સામે આવતા પોલિસની ટીમ તેના ઘરે પહોંચી હતી જ્યાં તપાસ કરી હતી. પોલિસની ટીમ રાજ ઉર્ફે શિવમના ઘરે પહોંચીને પૂછપરછ હાથ ધરી હતી. ગાબટ રોડ પર આવેલા રાજ ઉર્ફે શિવમ બારોટના ઘરે પોલિસ પહોંચી હતા.

Advertisement

આ પહેલા પોલિસ તપાસમાં બાયડના કેતના બારોટનું નામ સામે આવ્યું હતું. કેતન બારોટ નો સાળો રાજ બારોટ હોવાનું સામે આવતા પોલિસની ટીમ પહોંચી હતી, એટલું જ નહીં સુત્રો તરફથી માહિતી મુજબ છેલ્લા 15 દિવસથી સતત કેતન સાથે રાજ બારોટ સંપર્કમાં હતો, ત્યારે રાજ ઉર્ફે શિવમ બારોટ પણ પોલિસ પકડમાં છે અને પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, પેપર લીક થવાના છેડા અરવલ્લી જિલ્લાને અડી ગયા છે અને બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસની પકડમાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 9 વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ ધરાવે છે. બોગસ એડમિશન મામલે કેતન બારોટ જેલમાં રહી ચુક્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધો ચલાવતો હોવાની વાત સામે આવી છે. બાયડ અને અમદાવાદ ખાતે તેમની સંપત્તિ હોવાની વાત સામે આવી છે. હાલમાં ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે. તો બાયડના વધુ એક રાજ ઉર્ફે શિવમ બારોટનું નામ પણ સામે આવતા હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!