33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines આળસુ અધિકારીઓના પાપે બહુમાળી ભવનમાં શ્રમ અને રોજગાર વિભાગની ધૂળ ખાતી બાઈક

આળસુ અધિકારીઓના પાપે બહુમાળી ભવનમાં શ્રમ અને રોજગાર વિભાગની ધૂળ ખાતી બાઈક

0
140

કરોડોનો ખર્ચ કરી સરકારે બાઈકો તો મોકલી આપી પરંતુ લાભાર્થી સુધી પહોંચી જ નઈ

સમગ્ર મામલાની તપાસ થશે કે પછી ઉચ્ચાધિકારીઓ પણ આળશમાં જ કાઢસે

ગુજરાતના લાભાર્થીઓને લાભ મળે માટે ગુજરાત સરકાર કરોડોનું બજેટ ફાળવી યોજના અમલમાં મૂકતી હોય છે પરંતુ સરકારના કેટલાક કુંભ કરણની નિંદ્રામાં ઉગતા અધિકારીઓના કારણે યોજનાનો ફીયાસકો થઈ જતો હોય છે. આવું જ કંઈક સામે આવ્યું છે સાબરકાંઠા જિલ્લામાં અહીંયા બહુમાળી ભવન ખાતે શ્રમ અને રોજગાર વિભાગે ખરીદેલી પાંચ જેટલી બાઇકો રની-ધણી વગરની જેમ ધૂળ ખાઈ રહી છે

હિંમતનગર શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે બિસ્માર હાલતમાં શ્રમ અને રોજગાર વિભાગની બાઈકો ધૂળ ખાઈ રહી છે આ બાઈકોની હાલત એવી છે કે તેને ભંગારમાં આપવા જાવ તો પણ ફૂટી કોડી નસીબ ન થાય. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે ગ્રામ્ય કક્ષાએ રોજગારી વધે તે માટે કરોડો રૂપિયાની બાઈકોની ખરીદી કરીને બાઇકો જિલ્લામાં થકે મોકલી આપી પરંતુ આળસુ અધિકારીઓના કારણે બહુમાળી ભવન ખાતે આ બાઈકો કંડમ હાલતમાં જોવા મળી રહી છે. જો સાચા અર્થમાં અધિકારીઓએ લાભાર્થીઓને લાભ અપાવી હોય તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત પરંતુ માત્ર ઓફિસની હવા ખાવા ટેવાયેલા અધિકારીઓના કારણે લાભાર્થીઓ તો લાભથી વંચિત રહ્યા પરંતુ સરકારને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

રાજ્ય સરકાર લાભાર્થીઓ માટે સતત કાર્યરત રહી યોજના અમલ કરે છે યોજના અમલમાં મૂકે છે યોજનાની જોગવાઈ અનુસાર બજેટ પણ ફાળવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા નબળા અધિકારીઓના કારણે આખી યોજનાનો ફીયાસકો થઈ જતો હોય છે ત્યારે સરકારે પણ આવા અધિકારીઓ ઊંઘ ઉડાડી તેમની સામે કડક પગલાં લેવા જોઈએ તેવી નગરજનો માંગ કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!