27 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : મોડાસાની સહારા સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોની ધીંગી ખેપ, 4 લાખના મુદ્દામાલની ચોરી,સોના-ચાંદીના દાગીના સફાચટ


સહારા સોસાયટીમાં રહેતો પરિવાર નડાબેટ ફરવા જતા તસ્કરો બંધ મકાનમાં ત્રાટકી ઘમરોળી નાખ્યું

Advertisement

અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકી અને બેંકની આસપાસ ના વિસ્તારમાં પૈસાની તફડંચી ગેંગ પોલીસતંત્રને પડકાર આપી રહી છે મોડાસા શહેરની સહારા સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહીત 4 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે મોડાસા પોલીસે ચોરીનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement

મોડાસા શહેરની સહારા સોસાયટીમાં રહેતા મોં.આસીમ ભટ્ટીના પિતા બનાસકાંઠામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાથી મકાન બંધ કરી પિતા સાથે નડાબેટ ફરવા ગયા હતા મંગળવારે રાત્રીના સુમારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલ તિજોરી,રાચ રચીલું ફંફોસી નાખી સોના ચાંદીના દાગીના 3.50 લાખના અને રોકડ રકમ 60 હજાર મળી કુલ.રૂ.4 લાખના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા બંધ મકાનના દરવાજા ખુલ્લા જોતા અને મકાનમાં માલસામાન રફેદફે જોવા મળતા પાડોશીઓએ આસીમ ભટ્ટીને જાણ કરતા નડાબેટ ફરવા ગયેલ પરિવાર તાબડતોડ ઘરે પહોંચી ઘરમાંથી લાખ્ખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી થયાની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું બંધ મકાનમાં લાખ્ખો રૂપિયાની ચોરી થતા ટાઉન પોલીસ દોડી આવી પ્રાથમીક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!