29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ ઇડર-અંબાજી હાઈવે પરના બોરેલા તળાવ પાસે આવેલ પદમાવતી કોમ્પ્લેક્સની દસ દુકાનોના તાળા...

ઇડર-અંબાજી હાઈવે પરના બોરેલા તળાવ પાસે આવેલ પદમાવતી કોમ્પ્લેક્સની દસ દુકાનોના તાળા તૂટ્યા,વ્યાપારી જગતમાં ફફડાટ

0
107

તસ્કરોએ CCTV પણ તોડી નાખ્યા,લાખોના મુદ્દામાલ સહિત રોકડ રકમની ચોરી થયાની આશંકા

ફરી એક વાર ઇડર પોલીસની સુરક્ષાની વાતો પર સવાલ ઉભા થયા છે. ઇડર અંબાજી સ્ટેટ હાઇવે પરના મુખ્ય રોડ પરની દસ દુકાનોમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. ઇડર અંબાજી સ્ટેજ હાઈવે રોડ પર આવેલા બોરેલા તળાવ પાસેના પદ્માવતી કોમ્પ્લેક્સમા ગત રાત્રે ત્રાટકેલા તસ્કરોએ દસ દુકાનના તાળા તોડતા ચકચાર મચી હતી.

મળતી વિગત મુજબ ઇડર અંબાજી સ્ટેટ હાઇવે પર પદ્માવતી કોમ્પ્લેક્સમા આવેલી દસ જેટલી દુકાનોમાં ગત રાત્રીએ કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ દુકાનોના શટલને મારેલા તાળા નકૂચા સાથે તોડી નાખ્યા હતા. તસ્કરોએ દુકાનોમાંથી લાખો રૂપિયાનો સામાન અને રોકડ રકમ લઈ ગયા હોવાની આશંકા જણાઈ રહી છે ઉપરાંત તસ્કરો પોતાની ઓળખાણ છુપાવવા સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યા છે.

આજે સવારે આ બનાવની જાણ થતાં દુકાનદારોમા દોડધામ મચી હતી.જોકે બનાવ અંગે ઇડર પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને સીસીટીવી ના આધારે બનાવની વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!