38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ હિંમતનગર: સાબરકાંઠા LCB ની બુટલેગરો પર તવાહી, ટોલટેક્સ પાસેથી 1200 નંગ બિયર...

હિંમતનગર: સાબરકાંઠા LCB ની બુટલેગરો પર તવાહી, ટોલટેક્સ પાસેથી 1200 નંગ બિયર અને વિદેશી દારૂ ઝડપી પાડ્યો

0
147

હિંમતનગર: સાબરકાંઠા LCB ની બુટલેગરો પર તવાહી, ટોલટેક્સ પાસેથી ૧૨૦૦ નંગ બિયર અને વિદેશી દારૂ ઝડપી પાડ્યો

૨,૪૩,૭૪૪ ના વિદેશી દારૂ તેમજ મહેન્દ્રા ઝાયલો ગાડી સહિત ૫,૪૮,૭૪૪ ના મુદ્દા માલ સાથે રાજસ્થાનના બે બુટલેગરો દબોચાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચાતું જ રહે છે. બુટલેગરો દર વખતે નવો કિમિયો અજમાવી આંતરરાજ્ય બોર્ડરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા રહે છે,જ્યારે બીજી બાજુ પોલીસ પણ બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવવા માટે સઘન ચેકિંગ સાથે બાતમીદારોનું નેટવર્ક મજબૂત બનાવી રાખી વિદેશી દારૂની હેરાફેરી નિષ્ફળ બનાવી રહી છે. જિલ્લામાં સતત મોટી માત્રામાં વિદેશી દારૂ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ Lcb ની ટીમ પ્રોહિબિશનના ગુના શોધી કાઢવા માટે હિંમતનગર બાયપાસ રોડ પાસે આવેલ જિલ્લા પંચાયત બાજુ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી xylo ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઈસમો જિલ્લા પંચાયત તરફથી ટોલટેક્સ બાજુ આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ટોલટેક્સ પાસે વોચ ગોઠવી બાતમી આધારે રાજસ્થાન તરફથી આવતી xylo ગાડી નંબર GJ 18AH 6381 ને રોકી તપાસ કરતા કારમાંથી બિયર અને વિદેશી દારૂની 49 પેટી કુલ નંગ 1200 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ સાથે વિજય લક્ષ્મણભાઈ અસોડા (રહે ઝાંઝરી, ઉપલા ફળા તા ખેરવાડા, રાજસ્થાન)
૨. અમિત ઉર્ફે અનિલ જીવાલાલ બરંડા (મીણા) નામના બે બુટલેગરોને ઝડપી પાડી ઝાયલો ગાડી મોબાઈલ ફોન તેમજ વિદેશી દારૂ મળી કુલ ૫,૪૮,૭૪૪ ના મુદ્દા માલ સાથે બંને ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝનને સોંપ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!