38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines 10 હજારથી વધુ વેરો બાકી હશે તો નામ સાથે મોડાસા શહેરમાં બેનર...

10 હજારથી વધુ વેરો બાકી હશે તો નામ સાથે મોડાસા શહેરમાં બેનર લાગશે : નગરપાલિકાએ ટેક્ષ બાકીદારોની વધુ ચાર દુકાનો સીલ કરી

0
283

 

આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના પગલે સરકારે વર્ષોથી ટેક્ષ બાકી ધારકો માટે વ્યાજ અને નોટીસ માફી આપવા છતાં ટેક્ષ નહી ભરનાર રીઢા બાકીદારોની મિલક્તો મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા સીલિંગ કરવાની કાર્યવાહી હાથધરી છે મોડાસા નગરપાલિકાએ રીઢા બાકીદારોની શાન ઠેકાણે લાવવા 10 હજારથી વધુનો વેરો બાકી હશે તેમની મિલકત અને માલિકના નામ સાથેના બેનર જાહેર સ્થળો પર લગાવવાનો એક્શન પ્લાન નગરપાલિકા તંત્ર દ્વારા અમલમાં મુકવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

મોડાસા નગરપાલીકાએ છેલ્લા 5 વર્ષ કે તેથી વધુ સમયથી 10 હજાર રૂપિયાથી વધુ વેરો બાકીદારો સામે કડક કાર્યવાહી હાથધરી તેમની મિલકતો સીલ કરવા વેરા વસુલાત ટીમે શખ્ત કામગીરી આદરી છે ઇન્ચાર્જ ટેક્ષ સુપ્રીટેન્ડેટ અને તેમની ટીમે 10 હજારથી વધુ વેરા બાકીદારોની ચાર દુકાનો સીલ કરતા રીઢા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે

મોડાસા નગરપાલિકા દ્વારા શહેરમાં મિલકત ધારકોનો અંદાજે 3 કરોડ રૂપિયાનો બાકી વેરો ઉઘરાવવા વેરા વસુલાત ટીમ સતત દોડી રહી છે ઇન્ચાર્જ ટેક્ષ સુપ્રીટેન્ડેટ અને તેમની ટીમે મોડાસા શહેરના ફોર્ચ્યુન કોમ્પ્લેક્ષમાં ત્રણ દુકાનો અને ફૈઝાન કોમ્પ્લેક્ષમાં આવેલી એક દુકાનને સીલ કરી નોટીસ ચિપકાવી દીધી છે તંત્રની કડક કાર્યવાહીના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે ટેક્ષ ભરવા રીઢા બાકીદારો દોડધામ મચી છે જો કે હજુ નગરપાલિકા તંત્ર દ્વારા મિલકત સીલિંગ કરવાની કાર્યવાહી છતાં કેટલાક રીઢા બાકીદારોનું પેટનું પાણી પણ હાલતું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!