37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મેઘરજ પોલીસે સગીરાનું અપહરણ કરનાર રાજસ્થાન માંડલી ના લંપટને રાજસ્થાનમાંથી...

અરવલ્લી : મેઘરજ પોલીસે સગીરાનું અપહરણ કરનાર રાજસ્થાન માંડલી ના લંપટને રાજસ્થાનમાંથી સગીરા સાથે દબોચી લીધો

0
164

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ જીલ્લમાંથી અપહરણ અને ગુમ થયેલ બાળકો અને સગીરાઓને શોધી કાઢવા દોડાદોડી કરી રહી છે મેઘરજ પોલીસે મેઘરજ પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર રાજસ્થાન માંડલીના યુવકને ઘરેથી ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી અપહરણ કરનાર યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મેઘરજ મહિલા પીઆઇ ડી.વી.બરવાળિયા અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશનમાં 18 વર્ષની ઉંમરથી નીચેના અપહરણ અને ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા વિશેષ અભિયાન ચલાવ્યું છે મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર રાજસ્થાન માંડલીના મનુ ઉર્ફે મનોજ રામા ડામોરનું આધારકાર્ડ મેળવી આધારકાર્ડ પર મોબાઈલ નંબર એનાલિસિસ કરતા આરોપીનો મોબાઈલ નંબર મળી જતા સર્વેલન્સ માં મૂકી મનુ ડામોર તેના માંડલી હોવાની જાણ થતા તાબડતોડ ટીમ સાથે તેના ઘરે ત્રાટકી આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ અપહત્ય સગીરાનો બચાવ કરી તેના પરિવારજનોને સુપ્રત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!