અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ગેંગ અને તસ્કરો સક્રીય થતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાયો છે.મોડાસા તાલુકાના દાવલી ગામમાં બે પરિવારો ઘર બહાર ઉંઘી રહ્યા હતા તસ્કરો ઘર પાછળ લોંખડની જાળી તોડી ત્રાટકી એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત 1.5 લાખથી વધુની ધીંગી ખેપ મારી રફુચક્કર થઇ જતા પરિવાર પર આભ તૂટી પડી હતું મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
મોડાસા તાલુકાના દાવલી ગામમાં રહેતા અરવિંદભાઈ ધુળા ભાઈ પંડ્યા અને તેમના ભાઈનો પરિવાર શનિવારે રાત્રે રાબેતા મુજબ ગરમીના પગલે ઘર બહાર આંગણામાં ઉંઘી રહ્યા હતા મોડી રાત્રે પરીવાર બહાર ઉંઘતો હોવાથી તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં રહેલ તિજોરી અને કબાટ ફંફોશી નાખી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ઘરમાં રહેલો માલસામાન અસ્તવ્યસ્ત ફેંકી દઈ ફરાર થઇ ગયા હતા સવારે પરિવારના સભ્યોની ઉંઘ ઉડતા ઘરમાં માલસામાન અસ્તવ્યસ્ત પડેલો જોતા ચોંકી ઉઠ્યા હતા પરિવારજનોએ બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને બચત કરેલ રૂપિયાની ચોરી થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી





