38 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો અરવલ્લી જિલ્લામાં GEB ના ધાંધિયા ! ખેડૂતો પરેશાન તો લોકો જીવ અધ્ધર...

અરવલ્લી જિલ્લામાં GEB ના ધાંધિયા ! ખેડૂતો પરેશાન તો લોકો જીવ અધ્ધર કરે તેવો વીડિયો વાઈરલ

0
574

અરવલ્લી જિલ્લામાં હાલ જી.ઇ.બી. ની સમસ્યાને લઇને લોકો પરેશાન છે, જેમાં ખેડૂતો મોટે ભાગે તેનો ભોગ બની રહ્યા છે. ખેડૂતોના ઘઉં પર વીજ ફોલ્ટને કારણે નુકસાની વેઠવાના કિસ્સાઓ આવી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં વીજળી ન મળવાની પણ સમસ્યાઓ છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં વધુ એક વીડિયો વાઈરલ થયો છે, જે વીજ વિભાગની બેદરકારીનો ઉત્તમ નમૂનો કહી શકાય તો નવાઈ નહીં.

મેઘરજના ખેરાઈ પંથકમાં વીજ વિભાગની ઘોર બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે, જ્યાં સબ સ્ટેશન નજીક આવેલી વીજ ડી.પી. માંથી તણખલા થઇ રહ્યા છે, આસપાસના લોકો અહીંથી અવર-જવર કરતા હોય છે, ત્યારે વીજ વિભાગ મોટી દુર્ઘટનની રાહ જોઇને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. સબ સ્ટેશન નજીક આવેલા વીજ ડી.પી.માં તણખલાથી મોટો અવાજ પણ રાત્રે ગૂંજતો રહ્યો હતો. આસપાસના વિસ્તારોમાં ખેતરો આવેલા છે, અને તૈયાર થયેલા ઘઉંના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ક્ષતિગ્રસ્ત ડી.પી. ને તાત્કાલિક સમારકામની જરૂર છે ત્યારે વીજ તંત્ર ક્યારે આ કામગીરી ઉપાડે છે તે પણ એક સવાલ છે.

હાલમાં જ ભિલોડા અને મોડાસા તાલુકામાં ખેડૂતોના ઘઉં વીજ તંત્રની બેદરકારીથી નષ્ટ થવાની ઘટનાઓ સામે આવી હતી, તેમ છતાં વીજ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!