25 C
Ahmedabad
Tuesday, May 14, 2024

ભાજપનું ભરતી અભિયાન ચાલશે પરંતુ રાજ્યમાં નવી રોજગારી માટે ભરતી ક્યારે થશે: કોંગ્રેસ


એક બાજુ વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા સંભળાઇ રહ્યા છે ત્યારે બીજી બાજુ ભાજપની અંદર એક પછી એક કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાઇ રહ્યા છે. અગાઉ કોંગ્રેસના મહેસાણાના પક્ષના હોદ્દેદારો ઉપરાંત માણસા, અમદાવાદ, સૂરત સહિતના કોંગ્રેસ સહિતના આપના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે જયરાજ સિંહ પરમાર પણ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં 37 વર્ષ સુધી સેવા કર્યા બાદ જયરાજ સિંહ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસના કેટલાક નેતાઓ ભભૂકી ઉઠ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ ભાજપ પર ચાબખા માર્યા હતા.

Advertisement

મનીષ દાેષીએ જણાવ્યું હતું કે, ભાજપને તેનું ભરતી અભિયાન મુબારક પરંતુ રાજ્યમાં ગ્રામ સેવકની ભરતી ક્યારે થશે, તલાટીની ભરતી ક્યારે, આરોગ્યના અભાવે કોરોના જેવા કપરાકાળમાં 3 લાખ લોકો માેતને ભેટ્યા તેમનું શું, પેરામેડિકલ અને મેડિકલ, ડૉક્ટરની નવી ભરતીનું શું, ગોઠવણી માટે અને પોતાના કૌભાંડાે સાચવવા માટે તમે ભરતી કરી રહ્યા છો. જ્યારે બીજી બાજુ ગુજરાતના યુવાનો બેરાેજગારીનો સામનો કરી રહ્યા છે તેવું તેમને કહી ભાજપ સામે રાેષ ઠાલવ્યો હતો.

Advertisement

ખાસ કરીને આગામી ચૂંટણીને લઈને અત્યારથી જ ભાજપ લાેકાે સમક્ષ પોતાની અલગ છાપ છોડવા માંગે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!