28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ રાજસ્થાની બુટલેગરને શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક બિંદાસ્ત...

અરવલ્લી : LCBએ રાજસ્થાની બુટલેગરને શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક બિંદાસ્ત ટહેલતો દબોચી લીધો, ત્રણ વર્ષથી ફરાર હતો

0
127

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે વધુ એક નાસતા-ફરતા રાજસ્થાનના બુટલેગરને શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ હતો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિન્દાસ્ત ફરતા બુટલેગરને એલસીબી પોલીસે ઝડપી લેતા શામળાજી પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરાત શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાનો આરોપી વિનોદ દેવા ડામોર (રહે,બાબરી, ખેરવાડા-રાજ) આશ્રમ ચાર રસ્તા નજીક ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ આશ્રમ ચાર રસ્તા પર પહોંચી બુટલેગર વિનોદ ને કોર્ડન કરી ત્રાટકતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા એલસીબી પોલીસે વિનોદ ડામોરને જેલના સળિયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!