27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ મોડાસાના ગઢા ગામે કેક કાપી બાબા સાહેબની જન્મ જ્યંતિની ઉજવણી, ગ્રામજનો જોડાયા

મોડાસાના ગઢા ગામે કેક કાપી બાબા સાહેબની જન્મ જ્યંતિની ઉજવણી, ગ્રામજનો જોડાયા

0
204

બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જ્યંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. મોડાસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, તો તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ઉજવણી થઈ હતી.

મોડાસા તાલુકાના ગઢા ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી. મોડાસા તાલુકાના પ્રમુખ બિપીન ભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપીને બાબા સાહેબની 132 મી જન્મ જ્યંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી.

ગામના યુવકોએ બાબા સાહેબના પ્રતિકૃતિ રજૂ કરતી ટી શર્ટ પહેરની બાબા સાહેબને યાદ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, ત્યારબાદ કેક કાપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!