27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી :સરડોઇ ગામમાં 132મી ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મજ્યંતિ ઉજવણીમાં સમગ્ર ગ્રામજનો જોડાયા,તેજસ્વી...

અરવલ્લી :સરડોઇ ગામમાં 132મી ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મજ્યંતિ ઉજવણીમાં સમગ્ર ગ્રામજનો જોડાયા,તેજસ્વી તારલાનું સન્માન

0
210

ડૉ. બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવી હતી અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર ર્ડો.બાબા સાહેબ આંબેડકરની ઉજવણીમાં ભીમમય માહોલ સર્જાયો હતો મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં 132મી જન્મજ્યંતિની ઉજવણીમાં અનુસૂચિત જાતિ સમાજ સાથે સમગ્ર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી ઉજવણી કરી સમાનતાના દર્શન કરાવ્યા હતા સરડોઇ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

સરડોઇ ગામમાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિની ઉજવણી ગામના મહિલા સરપંચ ઉષાબા પુવારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં દરેક સમાજના અગ્રણીઓ જોડાયા હતા ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેજસ્વી તારલાઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રગતિ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!