29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ ભિલોડામાં ભારત રત્ન ડો. બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ

ભિલોડામાં ભારત રત્ન ડો. બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ

0
173

ભારતીય સંવિધાનના શિલ્પી, ભારતરત્ન,વિશ્વ વંદનીય વિભૂતિ બોધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતિ નિમિત્તે ભિલોડાના આંબલી બજાર વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકર ચોકમાં ભારતીય બંધારણના ધડવૈયા,ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી,જય ભીમના સુત્રોચ્ચાર પોકાર્યા હતા.

આ પ્રસંગે ભિલોડા-મેઘરજ મત વિસ્તારના ધારાસભ્ય પી.સી.બરંડા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ,ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન અનુ. જાતિ. મોરચો મહામંત્રી યોગેશભાઈ બુદ્ધ,સામાજીક કાર્યકરો ગુલાબભાઈ પરમાર,ગોવિંદભાઈ પરમાર,દિલીપકુમાર નિનામા, નિકુંજભાઈ પરમાર,જશુભાઈ પંડયા,વિજયભાઈ પરમાર,લીલાધર શ્રેયાર્થી,મોહનભાઈ પરમાર, મુકેશભાઈ મહેતા,ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખાના રામઅવતાર શર્મા,પ્રણવભાઈ પંચાલ, જગદીશભાઈ પટેલ,મુકેશભાઈ પંચાલ,ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશનના જીત ત્રિવેદી,ધાર્મિક પટેલ,કલ્પેશ ચૌહાણ,વિપુલ જોષી, કંદર્પ પટેલ સહિત ભિલોડા તાલુકાના ભાજપ,કોંગ્રેસ,આપ પાર્ટી ના હોદ્દેદારો,સામાજીક આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!