29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બાયડ પોલીસે 12 વર્ષ અગાઉ ટ્રેકરર લૂંટમાં ડ્રાઇવરની હત્યા કરનાર...

અરવલ્લી : બાયડ પોલીસે 12 વર્ષ અગાઉ ટ્રેકરર લૂંટમાં ડ્રાઇવરની હત્યા કરનાર બાલાસિનોરના ઉસ્માનગની શેખને ગોધરાથી ઉઠાવી લીધો

0
145

 

અરવલ્લી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓ સામે ગાળિયો કસી ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે બાયડ પોલીસે માધવકંપા નજીક 12 વર્ષ અગાઉ ટ્રેકટર ભરેલ કન્ટેનરના ચાલકને અટકાવી ટ્રેકટર લૂંટ દરમિયાન કન્ટેનર ચાલકની હત્યા કરી ફરાર થઇ ગયેલ ગેંગનો આરોપી છેલ્લા 12 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેતા બાયડ પોલીસે બાતમીના આધારે હત્યારાને ગોધરાથી દબોચી લીધો હતો

બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કર્યા છે માધવ કંપા નજીક ટ્રેકટર ભરેલ ટ્રક-ટ્રેલરના ચાલકની હત્યા કરી ટ્રેકટરની હત્યા કરી ફરાર ગેંગમાંથી કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલ સજા ભોગવી રહ્યા છે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઉસ્માનગની યુસુફ શેખ (રહે,સેવનસ્ટાર સોસાયટી,બાલાસિનોર-મહીસાગર) પોલીસને છેલ્લા 12 વર્ષથી હાથતાળી આપી ગોધરા સહીત અનેક સ્થળોએ શરણ લીધું હતું

બાયડ પોલીસને ઉસ્માનગની યુસુફ શેખ ગોધરા જીઆઈડીસી લીલેસરા રોડ પર હોવાની બાતમી મળતા તાબડતોડ ગોધરા પહોંચી બાતમી આધારિત સ્થળ પર તપાસ હાથધરાતા 12 વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઉસ્માનગની શેખને દબોચી લીધો હતો છેલ્લા બાર વર્ષથી પોલીસને ચકમો અપાનાર ઉસ્માનગનીને ઝડપી લેતા આરોપીના મોતિયા મરી ગયા હતા અને આખરે બિનદાસ્ત ફરતા ઉસ્માનગનીએ જેલના સળિયા ગણવાનો વારો આવી જ ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!