38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: મેઘરજના બોરખડમાં Dj માં સિસ્ટમમાં ભિષણ આગ, લગ્નમાં પડ્યો ભંગ, વીડિયો...

અરવલ્લી: મેઘરજના બોરખડમાં Dj માં સિસ્ટમમાં ભિષણ આગ, લગ્નમાં પડ્યો ભંગ, વીડિયો વાઈરલ

0
227

અરવલ્લીના બોરખડ ગામે લગ્ન પ્રસંગે આવેલ DJ સિસ્ટમમાં આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.. હાલ લગ્ન પ્રસંગો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને બીજી બાજુ ગરમીનું પણ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. લગ્ન સીઝનમાં હાલ DJ નો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે, અને લોકો, DJ ના તાલે ઝુમી ઉઠે છે, પરંતુ અહીં એક એવી ઘટના બની છે કે, તમે જાણી ને ચોકી જશો.

જુઓ વીડિયો અહેવાલ..

મેઘરજ તાલુકામાં બોરખડ ગામે, લગ્ન પ્રંસગમાં આવેલ DJ ગાડીમાં અચાનક આગ લાગતા, અફરા-તફરી મચી ગઈ હતી, જોકે આગ કયા કારણે લાગી હતી તે જાણી શકાયું નથી. DJ માં લાગેલી આગને આજુબાજુના લોકોએ પાણી તેમજ માટીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે આગમાં DJ સિસ્ટમ બળીને ખાખ થઇ ગઈ હતી. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવ્યો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!