28 C
Ahmedabad
Friday, April 26, 2024

Extra Pav માટે ખેલાયો ખૂની ખેલ : મોડાસા શહેરમાં પાઉંભાજીના સંચાલક પાસે ગ્રાહકે એક્સ્ટ્રા પાવ માંગતા ચપ્પાના ઘા ઝીંકતા નાસભાગ


પાવભાજીના સંચાલકે ગ્રાહકને ચપ્પુના ઘા ઝીંકાતા ગ્રાહકે પાવભાજીની લારી ઉખાડી નાખતા ભારે અફડાતફડી મચી હતી
મોડાસાના માર્ગો પર ઠેર ઠેર રાત્રીના સુમારે ઉભા રહેતા ખાણીપીણી અને નાસ્તાની લારીઓ અને રેકડીના માલિકો અને તેમના ત્યાં કામકાજ કરતા કારીગરો અંગે નગરપાલિકા અને પોલીસ સ્ટેશનમાં નોંધણી છે ખરી

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના મેઘરજ રોડ પર રાત્રીના સુમારે ખાણીપીણી બજાર જેવો માહોલ સર્જાય છે મેઘરજ રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી સામે ઉભા રહેતા પાવભાજીની લારીના માલિક અને ગ્રાહક વચ્ચે એકસ્ટ્રા પાવ અંગે તકરાર થતા ગ્રાહકે ગાળ બોલતા સંચાલકે લારીમાં રહેલું ચપ્પુ ઝીંકી દેતા ઈજાગ્રસ્ત ગ્રાહક અને તેની સાથે રહેલા યુવકે લારી ઉથલાવી મારતા ભારે નાસભાગ મચી હતી સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી ચપ્પાના ઘા થી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો છુરેબાજીની ઘટના છતાં પોલીસ સમયસર સ્થળ પર ન પહોંચી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું

Advertisement

Advertisement

મોડાસા શહેરના મેઘરજ રોડ પર રાત્રીના સુમારે ઠેર ઠેર ખાણીપીણીના સ્ટોલ અને લારી-રેંકડી વાળા ઉભા રહેતા હોવાથી રાત્રીના સુમારે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા ભારેભીડ જામે છે મેઘરજ રોડ પર આદર્શ સોસાયટી બહાર ઉભા રહેતા પાવભાજીની લારી પર પાવભાજી લેવા ગયેલા ગ્રાહકે પાવભાજીનું પાર્સલ પેક કરાવ્યા પછી પૈસા થી વધુ એક્સ્ટ્રા પાવ માંગતા લારી સંચાલકે ના પાડતા ગ્રાહકે ગુસ્સામાં ગાળ બોલતા લારી સંચાલકે પિત્તો ગુમાવતા તેની પાસે રહેલા ચપ્પુના ઘા ઝીંકાતા યુવક લોહીલુહાણ થતા યુવક અને તેના મિત્રએ પાવભાજીની લારી ઉથલાવી દેતા સમગ્ર વિસ્તારમાં દેકારો મચી ગયો હતો અને ગ્રાહકો માં નાસભાગ મચી હતી લારી સંચાલક વચ્ચે ખેલાયેલા ખૂની ખેલના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ઈજાગ્રસ્ત યુવકના અન્ય મિત્રો સ્થળ પર પહોંચતા લારીનો સંચાલક અને કારીગરો નાસી છૂટ્યા હતા હુમલાનો ભોગ બનેલ યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો

Advertisement

પાવભાજીની લારીના સંચાલક અને ગ્રાહક વચ્ચે ખૂની ખેલ ખેલાતા જાણે યુપી, બિહાર જેવા દ્રશ્યો સર્જાતા લોકો પણ ચોકી ઉઠ્યા હતા મોડાસા શહેરમાં ખેલાયેલા ખૂની ખેલમાં પોલીસતંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ પેદા થયા છે પોલીસતંત્ર ઝડપથી ઘટનાસ્થળ પર નહીં પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!