28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય ફ્રાંસના રાષ્ટ્રપતિ મેન્ક્રોએ પીએમ મોદી અને આર માધવન સાથે સેલ્ફી લીધી, ‘મેડી’એ...

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેન્ક્રોએ પીએમ મોદી અને આર માધવન સાથે સેલ્ફી લીધી, ‘મેડી’એ ઈન્સ્ટા પર આ પોસ્ટ લખી

0
1148

બોલિવૂડ એક્ટર આર માધવને તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે જેમાં તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને પીએમ મોદી સાથે જોવા મળી રહ્યો છે. ફોટોમાં મેક્રોન સેલ્ફી લેતા જોવા મળે છે. જણાવી દઈએ કે આર માધવને પેરિસમાં 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર માધવન પણ પહોંચ્યા હતા. માધવને પીએમ મોદી સાથેના ડિનરની કેટલીક તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ (એક્ટર મેડી) પર શેર કર્યા છે. આ દરમિયાન માધવને એક પોસ્ટ પણ લખી જેમાં તેણે બંને દેશોની સરકારના કામની પ્રશંસા કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!