34.9 C
Gujarat
Wednesday, July 15, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાની નક્ષબંધ સોસાયટીમાં પાલિકાના મહિલા સફાઈકર્મી પર લાકડી વડે એક...

અરવલ્લી : મોડાસાની નક્ષબંધ સોસાયટીમાં પાલિકાના મહિલા સફાઈકર્મી પર લાકડી વડે એક શખ્સનો હુમલો, કર્મીને દવાખાને ખસેડાઇ

0
183

મહિલા સફાઈકર્મી પર હુમલો થતા નગરપાલિકાના સફાઈ કર્મીઓ વીજળી વેગે હડતાલ પર,સફાઈકર્મીઓમાં ભારે રોષ
નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ,કારોબારી અધ્યક્ષ અતુલ જોશી સહીત કોર્પોરેટરો અને કર્મીઓ દવાખાને દોડી ગયા હતા

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરને નગરપાલિકાના સફાઈ કર્મીઓ સફાઈ કરી સ્વચ્છ રાખી રહ્યા છે શહેરની નક્ષબંધ સોસાયટીમાં સફાઈ કામ કરી રહેલી મહિલા કર્મીને માથાફરેલ
એક શખ્સ દાદાગીરી પર ઉતરી આવી મહિલાને જાતિ વિષયક અપશબ્દો બોલી બેફામ ગાળાગાળી કરી ઘર માંથી ડંડો લઇ આવી હાથ પર ફટકારતા મહિલાના હાથે ગંભીર ઇજા પહોંચતા ભારે ચકચાર મચી હતી ઈજાગ્રસ્ત મહિલા કર્મીને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી દીધી સફાઈકર્મી પર હુમલાની ઘટનાને પગલે સફાઈ કર્મીઓ તાબડતોડ હોસ્પિટલ પહોંચી હડતાળ પર ઉતરી ગયા હતા નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહીત કોર્પોરેટર હોસ્પિટલ દોડી આવ્યા હતા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા શહેરમાં નગરપાલિકાના વોર્ડ.નં-8માં આવેલી નક્ષબંધ સોસાયટીમાં નિત્યક્રમ મુજબ જયાબેન જયંતીભાઈ રાઠોડ સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક એક શખ્સ મહિલા કર્મીને પહેલા અહીંયા સફાઈ કર કહીં મહિલાને જાતિ વિષયક અપશબ્દો બોલી મહિલાને બેફામ ગાળો બોલતા મહિલા કર્મીએ ગાળો બોલવાની ના પાડતા શખ્સ વધુ આક્રમક બની ઘરમાંથી ડંડો લઇ આવી મહિલા પર હુમલો કરતા મહિલાએ બચાવ માટે હાથ વચ્ચે લાવી દેતા હાથના ભાગે ફ્રેક્ચર થતા મહિલાએ બુમાબુમ કરતા અન્ય લોકો મદદે દોડી આવી મહિલાને બચાવી લીધી હતી સફાઈ કર્મચારી મહિલા પર હુમલો થતા સફાઈ કર્મીઓ અને વાલ્મિકી સમાજના અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી દીધા હતા ટાઉન પોલીસ સાર્વજનિક હોસ્પિટલ પહોંચી હતી

મોડાસા શહેરની નક્ષબંધ સોસાયટીમાં મહિલા સફાઈ કર્મી પર હુમલાની ઘટનાને પગલે સફાઈ કર્મીઓ વીજળીવેગે હડતાલ પર ઉતરી પડ્યા હતા અને સફાઈ કર્મી પર હુમલો કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવેની માંગ કરી હતી સફાઈકર્મીઓ હડતાલ પર ઉતરી જતા નાગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ સફાઈ કર્મીઓ સાથે વાર્તલાપ કરી મહિલા કર્મી પર હુમલો કરનાર અસામાજીક તત્ત્વ સામે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી ફરજ પર પરત ફરવા માટે સમજાવટ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!