અરવલ્લી જીલ્લામાં 1962 ટીમ અને વનવિભાગ ટીમે જીવદયા પ્રેમીઓના સહયોગથી ઉત્તરાયણ પર્વમાં કરૂણા અભિયાન હાથધર્યું છે ઉત્તરાયણનાં દિવસે લોકો એકબીજાનાં પતંગો કાપી ચીચીયારી બોલાવતા હોય છે. તો સાથો સાથ યુવાધન એકબીજાના પતંગ કાપવા માટે શક્ય તેટલી મજબુત દોરી બનાવડાવતા હોય છે. તેવામાં આ મજા અબોલ જીવ માટે સજા બની જતી હોય છે.જીલ્લામાં 50 થી વધુ પક્ષીઓ દોરી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી 3 પક્ષીઓ મોતને ભેટ્યા હતા
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં 1962 ટીમના ર્ડો.પ્રિયાંશી પટેલ અને તેમની ટીમે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સતત ખડેપગે રહી 20 થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓને સઘન સારવાર આપી બચાવી લીધા હતા જોકે ત્રણ પક્ષીઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું ર્ડો.પ્રિયાંશી પટેલના જણાવ્યા અનુસાર ઘાયલ પક્ષીમાં સૌથી વધુ કબૂતર ઈજાગ્રસ્ત થયા હતા રાષ્ટ્રીય પક્ષી મોર દોરીથી ઈજાગ્રસ્ત થતા સારવાર આપી બચાવી લેવા પ્રયત્ન હાથધર્યા હતા તેમજ
ઉતરાયણ બાદ એક સપ્તાહ સુધી ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવશે.