અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઉતરાયણ પર્વ નિમિતે જુદી – જુદી જગ્યાએ અનેક લોકોને ઘારદાર દોરીથી ઈજાઓ પોહચતાં ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.જુમસર ગામના નરેશભાઈ મગનભાઈ પાંડોર બાઈક લઈને જોડમેરૂ ગામમાં રહેતા તેઓના બેનને મળવા જતા હતા તે દરમિયાન રસ્તામાં ગળાના ભાગે પતંગની દોરી એકા-એક આવી જતા મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભિલોડા કોટેઝ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.તેઓના ગળાના ભાગે મોટી ઈજાઓ પહોંચતા ૮ ટાંકા લઈને તેમનો જીવ ડોક્ટરે બચાવ્યો હતો.
Advertisement
Advertisement