34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી 10.77 લાખના દારૂ સાથે 63.38 લાખનો મુદ્દામાલ...

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી 10.77 લાખના દારૂ સાથે 63.38 લાખનો મુદ્દામાલ જપ્ત, દવાના બોક્ષની આડ લીધી

0

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી છે છેલ્લા કેટલાક દિવસથી નિષ્ક્રિય બનેલ બુટલેગરો ફરીથી બિલ્લી પગે સક્રિય બની નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રક-કન્ટેનરમાંથી વિદેશી દારૂની 7284 બોટલ સાથે 63.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક ખેપિયાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલાએ તેમની ટીમ સાથે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર આવેલ રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ટ્રક-કન્ટેનરમાં જંતુનાશક દવાઓની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં આવી રહ્યો હોવાની બાતમી મળતા નાકાબંધી કરી વોચ ગોઠવી બાતમી આધારિત ટ્રક-કન્ટેનરને અટકાવી તલાસી લેતા જંતુનાશક દવાઓના બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-7284 કીં.રૂ.1077224/- તેમજ દવાઓનો જથ્થો,ટ્રક અને મોબાઇલ મળી કુલ.રૂ 63.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક વીરેન્દ્ર અત્તરસિંહ ચમાર (રહે,દિનોદ-ભિવાની,હરિયાણા)ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!