37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ Paper Leak મામલે વિદ્યાર્થીઓનો દાવો, પ્રશ્નપત્રનું કવર 3 ઈંચ જેટલું તૂટેલું હોવાથી...

Paper Leak મામલે વિદ્યાર્થીઓનો દાવો, પ્રશ્નપત્રનું કવર 3 ઈંચ જેટલું તૂટેલું હોવાથી ગેરરીતી થઈ હોવાની શંકા

0
478

મહેસાણામાં ઉનાવા ખાતે પરીક્ષામાં ગેરરીતીનો મામલો થાળે પણ નથી પડ્યો તેનામાં ફરી રાજકોટમાં પણ વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતી થઈ હેવાનો આક્ષેપ એક વિદ્યાર્થિની દ્વારા લગાવવામાં આવી રહ્યાે પરીક્ષાર્થી એવી ગીતા માળીએ આ પ્રકારનો દાવો આજે મીડીયા સમક્ષ કર્યો હતો.

રાજકોટમાં પણ વનરક્ષકની પરીક્ષા મામલે વિદ્યાર્થિનીને ગેરરીતથી થઈ હોવાની શંકા છે તેને કહ્યું હતું કે જ્યારે મને પેપર મળ્યું ત્યારે આ પેપર પરીક્ષાનું પ્રશ્નપત્રનું કવર 3 ઈંચ જેટલું તૂટેલું હતું.  ત્યારે જ મને શંકા ગઈ અને અમે મનાઈ કરી દીધી હતી. જેથી પરીક્ષામાં સુપરવાઈઝરને ફોટો પાડવા કહ્યું પરંતુ મોબાઈલ અલાઉ ના હોવાથી ફોટો ના પાડવા દીધો. એમને ફોટો પાડ્યો હતો

રાત દિવસ વિદ્યાર્થીઓ મહેનત કરે છે, લાયબ્રેરીમાં મહેનત કરે છે. માતા પિતા ગરીબ હોવા છતાં તેમના બાળકોને પૈસા આપી આ રીતે મહેનત કરાવડાવે છે ત્યારે કવર તૂટેલું નિકળે છે.એમ ગીતા માળી પરીક્ષાર્થી એ કહ્યું હતું, પેપર ફૂટવાની શંકા છે. જેથી આની તપાસ ચૂસ્ત પણ થવી જોઈએ. મે મારી આંખે તૂટેલુ જોયું છે. આ પ્રકારનો દાવો રાજકોટની આ પરીક્ષાર્થી દ્વારા કરવામાં આવ્યો છે. જેથી વન રક્ષકની પરીક્ષા મામલે રાજકોટમાં પણ આ પ્રકારની ગેરરીતી થઈ હોવાનું તેનું માનવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!